એક નવજાત શિશુ ની "MIS-N" અને "Meconium Aspiration Syndrome" સામે ની લડત.

એક સુંદર સવારમાં જ્યારે અમે રાબેતા મુજબ દરેક દર્દી નું અવલોકન અને તાપસ કરી રહ્યા હતા ત્યારે, અચાનક અમને નજીક ની એક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ માથી ફોન આવ્યો.

A Super Success Story!

એક ૨ દિવસ નું નવજાત શિશુ શ્વાસોશ્વાસ ની ગંભીર તકલીફ થી પીડાઈ રહ્યુ હતુ.

એક નવજાત શિશુ ની “MIS-N” અને “Meconium Aspiration Syndrome”સામે ની લડત..! (કોરોના ની ત્રીજી લહેર પછી)
એક સુંદર સવારમાં જ્યારે અમે રાબેતા મુજબ દરેક દર્દી નું અવલોકન અને તાપસ કરી રહ્યા હતા ત્યારે, અચાનક અમને નજીક ની એક મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ માથી ફોન આવ્યો. હોસ્પિટલના જણાવ્યા અનુસાર એક ૨ દિવસ નું નવજાત શિશુ શ્વાસોશ્વાસ ની ગંભીર તકલીફ થી પીડાઈ રહ્યુ હતુ. વાત ની જાણ થતા અમે સહેજ પણ સમય વેડફ્યા વિના નવજાત શિશુ ને “Orange Neonatal & Paediatric Intensive Care Unit ખાતે દાખલ કર્યું. બાળક ને પડતી તકલીફ ની હિસ્ટરી અને ઝીણવટભરી તપાસ ને આધારે અમે જાણ્યુ કે બાળક એક ગંભીર બીમારી “Meconium Aspiration Syndrome” થી પીડાય છે. બાળક ના ફેફસા મા ખુબજ વધારે માત્રા મા ઇન્ફેકશન ફેલાયેલુ હતુ અને CRP ૨૪૦ હતુ. પરિસ્થિતિ ને જોતા એ સહજ હતુ કે બાળકના જીવ ને બચાવવા તાત્કાલિક પગલા લેવાની ની જરુર છે. અમારી નિષ્ણાત તબીબો ની ટીમે તુરંતજ બાળક ને નવજાત શિશુ માટે ના ખાસ એવા વેન્ટિલેટર પર રાખ્યુ.

શરૂવાત માં બાળક નુ બ્લડ પ્રેસર ઓછુ હોવાના લીધે બાળક ની Dobutamine ઈંજેકશન પર સારવાર ચાલુ કરવામા આવી. અમારા નવજાતશિશુ હૃદયરોગ નિષ્ણાંત તબીબે 2D Echo કર્યો અને સુનિશ્ચિત કર્યું કે બાળક એક ગંભીર બીમારી “Persistent Pulmonary Hypertension”(ફેફસાની નળીઓ નુ વધેલુ બીપી) થી પીડાય છે. શિશુ નુ Pulmonary pressures > 90 mmhg આવતુ હતુ.અમે શિશુ ને ચોક્કસ હૃદય પંપીંગ ની દવાઓ (Injection of Milrinone & Injection of Adrenaline) ની સારવાર સાથે ધ્રુજારી વાળા વેન્ટિલેટર (High-Frequency Ventilator) પર રાખવાનું નક્કી કર્યું. પરંતુ શિશુ ને સતત થતા “Desaturation” અને ઓકસીજન ઈન્ડેક્સ ૨૦ થી વધારે હોવાથી અમે “GeaNOX Inhaled Nitric Oxide” (ગુજરાત માં સૌપ્રથમ વખત) ઉપયોગ મા લેવાનું શરુ કર્યું. શિશુ ની પરિસ્થિતિ ને જાણતા શિશુ “Severe Septic Shock” મા હોવાને લીધે અમે શરૂઆત થી જ ભારે એન્ટિબાયોટિક્સ ની સાથે “Inj.Pentaglobulin” શરુ કરેલુ હતુ. બાળક નુ હિમોગ્લોબિન ઓછુ હોવાના લીધે તેને લોહી પણ ચડાવવામા આવ્યુ.

નવજાત ની માતા કોરોના પોઝિટિવ હોવાના કારણે અમને લાગ્યુ કે શિશુ માં “MIS -N” રોગ હોવાની સંભાવના રહેલી છે. લોહી ની તાપસ કરતા બાળક ના લોહી મા “COVID-IGG” પોઝિટિવ હતું અને લોહી મા D-Dimmer અને Ferritin ની માત્રા પણ ખુબજ વધારે હતી, જેથી અમે શિશુ ને “MIS–N” રોગ મા સૌથી ઉપયોગી એવુ Inj .MPS નામ ની દવા ખુબ જ ઓછી માત્ર માં ચાલુ કરી, જેના જોતજોતામાં બાળકમા ખુબ જ સારા પરિણામ જોવા મળ્યા. આટલાબધા સહિયારા પ્રયાસો પછી બાળક નુ ઓકસિજન લેવલ ૯૩-૯૫ % પહોંચવા લાગ્યુ. શિશુ ને ૫ દિવસ INO અને ૧૦ દિવસ High-Frequency Ventilator પર રાખવામાં આવ્યું. ત્યારબાદ શિશુ ને ૫ દિવસ Conventional વેન્ટિલેટર પર અને Non-invasive NSIPPV mode of વેન્ટિલેશન પર રાખવામાં આવ્યુ. આ બધાજ પ્રયાસો ના અંતે બાળક ૨૫ માં દિવસે સામાન્ય રૂમના વાતાવરણ મા ઓક્સિજન લેતુ થયુ.
નવજાત શિશુએ ની ૩૨ દિવસ લાંબી ચાલેલી આ જીવન મરણ ની લડાઈ સામે અંતે વિજય પ્રાપ્ત કરી.
હોસ્પિટલ ની સમયસૂચકતા, સમયસર આપેલ MPS ઈન્જેકશન અને ગુજરાત ના સૌપ્રથમ એવા “GeaNOX inhaled Nitric Oxide Machine” ની સારવાર આ નવજાત શિશુ માટે જીવનદાયી સંજીવની સ્વરૂપ સાબિત થઈ.
અમારી નિષ્ણાંત તબીબો ની ટીમ હંમેશા આવી લાંબી અને કઠિન લડાઈઓ લડવા અને સમાજ મા સર્વશ્રેઠ એવી નવજાત શિશુ ની સારવાર આપવા માટે સજ્જ છે. સ્વસ્થ થયેલુ દરેક બાળક એજ અમારા માટે અમારી સૌથી મોટી જીત અને ઉપલબ્ધી છે.

Best treatment for your child is just one call away